જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની વિવિધ ચૂંટણીઓને અનુલક્ષીને મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે.
ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટે નક્કી કરાયેલા નામ અંગેના મેન્ડેટ સક્ષમ અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારોના મેન્ડેટ યુવા મોરચાના અધ્યક્ષ વનરાજસિંહ વાઢેર અને શહેર પ્રમુખ મિલનભાઈ જોશી દ્વારા પ્રાંત અધિકારીને રજૂ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ખંભાળિયા તાલુકાની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારોના મેન્ડેટ જિલ્લા મહામંત્રી રાજુભાઈ ભરવાડની આગેવાની હેઠળ વિમલભાઈ ચાવડા અને નારણભાઈ ચાવડા દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
