Headlines

સુરતમાં બામસેફના 27મા ગુજરાત રાજ્ય અધિવેશનનો પ્રારંભ, મુખ્ય વક્તા તરીકે પૂર્વ પ્રધાન આયકર આયુક્ત ડો. સુબચન રામ

સામાજિક ન્યાય, સમાનતા અને સ્વાભિમાનના વિષય પર અડાજણના સીનિયર સિટીઝન કોમ્યુનિટી હોલમાં બે સત્રમાં ચાલી રહેલો કાર્યક્રમ, સાંજે 5:30 સુધી ચાલશે ધ ગ્રેટ વર્લ્ડ, સુરત બહુજન સમાજ કર્મચારી સંઘ (બામસેફ) ગુજરાત એકમ દ્વારા આયોજિત 27મા ગુજરાત રાજ્ય અધિવેશન 2026નો 10-10-2026ને શનિવારે સવારે 10:00 વાગ્યે પ્રારંભ થયો છે. બહુજન ક્રાંતિ મોરચા અંતર્ગત યોજાઈ રહેલા આ અધિવેશનનો…

Read More

સમયનું વહેણ અને પરંપરાનો સમન્વય: ૧૦ ઓક્ટોબર ૨૦૨૬ના પવિત્ર અને વૈશ્વિક સંક્રાંતિ કાળનું સર્વગ્રાહી વિશ્લેષણ

લેખક : બુબુ ધ ગ્રેટ આજનો દિવસ એટલે કે શનિવાર, ૧૦ ઓક્ટોબર ૨૦૨૬ એ માત્ર કેલેન્ડરનું એક પાનું નથી, પરંતુ આધ્યાત્મિક જાગૃતિ, સામાજિક ચેતના અને વૈશ્વિક સંવેદનશીલતાનો એક ત્રિવેણી સંગમ છે. ભારતીય સંસ્કૃતિના પંચાંગ અને પશ્ચિમી ગ્રેગોરિયન કેલેન્ડરના અનોખા સમન્વયથી સર્જાયેલો આ દિવસ માનવજીવનના જુદા જુદા પાસાઓને ખૂબ ઊંડાણપૂર્વક સ્પર્શે છે. એક તરફ જ્યાં ભારતીય…

Read More

પોરબંદરમાં લીઓ રમઝટની અનોખી પહેલ, નવરાત્રીમાં સિનેમાની જેમ સીટ નંબર સાથેનો વી.આઈ.પી. ટેન્ટ

35 વર્ષથી વધુ સમયથી એકધારું આયોજન કરતી સંસ્થા દ્વારા ટિકિટ ખરીદનારની સીટ રિઝર્વ, મહિલાઓને ફ્રી એન્ટ્રી અને ખેલૈયાઓ માટે ઈનામોની વણઝાર ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર પોરબંદર: પોરબંદરમાં છેલ્લા 35 વર્ષથી વધુ સમયથી એકધારું નવરાત્રીનું આયોજન કરતી શહેરની એકમાત્ર સંસ્થા લીઓ રમઝટ દ્વારા આ વર્ષે એક અનોખી પહેલ કરવામાં આવી છે. સંસ્થાએ ગ્રાઉન્ડમાં વી.આઈ.પી. ટેન્ટ બનાવ્યો…

Read More

ભાવનગર રેલવે મંડળના DRM દિનેશ વર્માની નિરમા લિમિટેડના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવાની યોજના પર ચર્ચા

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં માલ પરિવહન વધારવા અને નવા લોડિંગની તકો વિકસાવવા ગુડ્સ કાર્ગો ટર્મિનલની પ્રગતિ અને ભવિષ્યની સંભાવનાઓની સમીક્ષા ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં માલ પરિવહનને પ્રોત્સાહન આપવા તથા નવા માલ લોડિંગની સંભાવનાઓ વિકસાવવાના હેતુથી મંડળ રેલ પ્રબંધક (ડીઆરએમ) દિનેશ વર્માએ 6-10-2026ના રોજ નિરમા લિમિટેડના પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી….

Read More

Gabbar is Back: નવા રતનપર ગામના સરપંચ ગૌતમ બારૈયાએ ગામથી ચાર મહિના નો વનવાસ (ભાવનગર વાસ) ભોગવ્યા બાદ હાઇકોર્ટના ચુકાદા બાદ ફરીથી ચાર્જ સંભાળ્યો, ગામને નંદનવન બનાવવાનો સંકલ્પ

ચાર મહિના દૂર રહ્યા બાદ તાલુકા વિકાસ અધિકારીના પુનઃસ્થાપનના આદેશથી તલાટી કમ મંત્રી પ્રદીપ મહેતાના હસ્તે ચાર્જ સ્વીકાર્યો, માર્ગ પર વૃક્ષારોપણ સહિતના વિકાસકાર્યો શરૂ કરવાની જાહેરાત ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર ભાવનગર તાલુકાની નવા રતનપર ગ્રામ પંચાયતના સરપંચ ગૌતમ બારૈયાએ હાઇકોર્ટ દ્વારા તેમની બરતરફી રદ કરાયા બાદ અને તાલુકા વિકાસ અધિકારી તરફથી પુનઃસ્થાપનનો આદેશ મળ્યા બાદ…

Read More

સિંહ-દીપડા અને રોજ-ભૂંડથી ખેડૂતો ત્રસ્ત, ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ વાળાએ હિંસક પ્રાણીઓને ગીર અભયારણ્યમાં રાખવા માગ કરી

માજી મંત્રી દિલીપભાઈ સંઘાણી અને પૂર્વ મંત્રી કનુભાઈ ભાલાળાના નિવેદનોને આવકાર, ચાર જિલ્લાના સાંસદો અને ધારાસભ્યોને આડે હાથ લીધા ભાવનગર: સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ, દીપડા, રોજ અને ભૂંડ જેવા જંગલી પ્રાણીઓના વધતા ઉપદ્રવ મુદ્દે ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાતના પ્રદેશ પ્રમુખ તથા તરેડીના વતની ભરતસિંહ પોપટભા વાળાએ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે નિવેદન જાહેર કરીને માજી…

Read More

ભાવનગરમાં રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકુરની શહેર ભાજપ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત

સેવા જ્યોતિ યાત્રા કાર્યક્રમ બાદ ખાદી, કુટીર અને ગ્રામીણ ઉદ્યોગના રાજ્યમંત્રીનું શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહ અને મહામંત્રીઓએ સ્વાગત કર્યું ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર ખાદી, કુટીર અને ગ્રામીણ ઉદ્યોગના રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકુરે ભાવનગર શહેર ભાજપ કાર્યાલય પં. દીનદયાળજી ભવનની શુભેચ્છા મુલાકાત લીધી હતી.ભાવનગરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના પેડક ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 25 વર્ષ સેવા…

Read More

પોરબંદરમાં ચેક રીટર્ન કેસમાં ગોગન ગરચર નિર્દોષ, કોર્ટે છોડી મુકવાનો હુકમ કર્યો

શ્રી રામ ફાઇનાન્સ કંપનીએ કરેલા નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળના કેસમાં પ્રિન્સિપલ સીનિયર સિવિલ જજે આરોપીને નિર્દોષ ઠરાવ્યા ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર પોરબંદરમાં વાહન લોનના હપ્તા ન ચૂકવવાના મુદ્દે નોંધાયેલા ચેક રીટર્નના કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પોરબંદરના રહેવાસી ગોગન હીરાભાઈ ગરચરને પ્રિન્સિપલ સીનિયર સિવિલ જજે નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કર્યો છે….

Read More

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં કોળી પટેલ સમાજની દીકરી નિધિ પટેલના લૂંટ અને હત્યા કેસમાં 20 દિવસ વીતવા છતાં ન્યાયની માંગ

ધ ગ્રેટ વર્લ્ડ સુરત ​આરોપીઓને વહેલી તકે ઝડપીને કડક સજા અપાવવા માટે પટેલ પ્રગતિ મંડળના અગ્રણીઓ દ્વારા પરિવારને પાઠવવામાં આવી સાંત્વના​સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં ગોદાવાડી ગામે બનેલી અત્યંત દુખદ અને ચકચારભરી ઘટનામાં કોળી પટેલ સમાજની દીકરી નિધિ પટેલની લૂંટ અને ઘાતકી હત્યા કેસને આજે 20 દિવસ જેટલો સમય વીતી ગયો છે. આ ગંભીર ગુનામાં દીકરીના…

Read More

બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર: ૧૩ અને ૧૪ સપ્ટેમ્બરે ઘોઘા સહિત સમગ્ર ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની IMDની આગાહી, ‘યલો એલર્ટ’ જાહેર

ભાવનગર:ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ વધુ આક્રમક બને તેવી પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા વરતારા અનુસાર, આગામી ૧૩ અને ૧૪ સપ્ટેમ્બરના રોજ ભાવનગર જિલ્લા અને ખાસ કરીને ઐતિહાસિક દરિયાકાંઠાના વિસ્તાર એવા ઘોઘા તાલુકામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. હવામાન વિભાગે સ્થિતિની…

Read More