– ગિરીશ રઢુકિયા
ખોટી પડે
ચોપડીની, સાંભળેલી વારતા ખોટી પડે.
આપમેળે ના કળેલી વારતા ખોટી પડે.
શાનમાં સમજાય એવી વારતા ખોટી પડે.
કાન મારા આમળેલી વારતા ખોટી પડે.
અંત લગ જાઓ પરંતુ રસ પછી ઘટતો જતો,
જૂઠમાં થોડી ભળેલી વારતા ખોટી પડે.
હો મગરના આંસુ એના કોણ એવું જાણતું?
આંખમાંથી ખળખળેલી વારતા ખોટી પડે.
શિષ્ટતાના નામ પર ચળ ભાંગવાની વાત હો
તાપમાં જે ના બળેલી? વારતા ખોટી પડે.
ગિરીશ રઢુકિયા
