Headlines

The Great World

પોરબંદર જિલ્લાના નિવૃત સહાયક વન સંરક્ષકની પ્રકૃતિ અને જીવસૃષ્ટિના સંરક્ષણ માટે ‘ઝેરમુક્ત’ જંગ!

ઘ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર સામાન્ય રીતે નિવૃત્તિ પછી લોકો આરામનું જીવન પસંદ કરતા હોય છે, પરંતુ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના પીપળીયા ગામના ગિરીશભાઈ ગોઢાણિયા માટે નિવૃત્તિ એ એક નવા ‘મિશન’ની શરૂઆત હતી. વર્ષો સુધી વન વિભાગમાં ફરજ બજાવતા ગિરીશભાઈએ જંગલના રાજા સિંહથી લઈને આકાશમાં ઉડતા પક્ષીઓને રાસાયણિક પ્રદૂષણને કારણે તરફડીને મૃત્યુ પામતા જોયા હતા. એ…

Read More

હોર્મુઝની ખાડીમાં ભારતીય જહાજ પર હુમલો: તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત, વિદેશ મંત્રાલયે ઈરાનના રાજદૂતને કર્યા તલબ

​મધ્ય-પૂર્વમાં વધતા તણાવ વચ્ચે દરિયાઈ માર્ગે ભારત આવી રહેલા જહાજને નિશાન બનાવાતા રાજદ્વારી ગરમાવો, ભારતની કડક વલણ સાથે રજૂઆત ​પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભયાનક સંઘર્ષની અસર હવે દરિયાઈ વેપાર માર્ગો પર પણ જોવા મળી રહી છે. વિશ્વના સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ (હોર્મુઝની ખાડી)માંથી પસાર થઈ રહેલા એક ભારતીય…

Read More

પોરબંદર મહાનગરપાલિકાની લાલ આંખ: પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચનારા ૧૩ વેપારીઓ દંડાયા

​સ્વચ્છતા અભિયાન હેઠળ ૧૨૦ માઇક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિક બેગ અને જાહેરમાં કચરો ફેંકનારાઓ સામે કડક કાર્યવાહી ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદર શહેરમાં સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણના સંરક્ષણ માટે મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર અને નાયબ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ ૧૮ એપ્રિલ ૨૦૨૬ના રોજ શહેરના વિવિધ વિસ્તારોમાં કડક…

Read More

વિશ્વ ધરોહર દિવસ નિમિત્તે ભાવનગર રેલવે મંડળ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન: વારસાના જતન માટે વિદ્યાર્થીઓએ લીધા શપથ

પશ્ચિમ રેલવેના હેરિટેજ મ્યુઝિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વક્તૃત્વ અને ક્વિઝ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કૃત કરાયા શંભુ સિંહ, ભાવનગર વિશ્વ ધરોહર દિવસના વિશેષ અવસર પર પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા હેરિટેજ મ્યુઝિયમ, ભાવનગર પરા ખાતે એક અત્યંત પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક કાર્યક્રમ સંપન્ન થયો. આ સમગ્ર આયોજન મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું….

Read More

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જુનાગઢ રેન્જ પોલીસની લાલ આંખ: હજારો શખ્સો સામે અટકાયતી પગલાં અને લાખોનો દારૂ ઝડપાયો

​ચૂંટણીને ભયમુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા માટે રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં સઘન કામગીરી ​ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ને ધ્યાને રાખીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ વિભાગ સજ્જ બન્યો છે. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રેન્જના જિલ્લાઓમાં કડક સૂચનાઓ આપવામાં આવી…

Read More

ભાવનગરની હાથબ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસનો દબદબો; સાંજે 7:30 કલાકે “હાથબ મધ્યસ્થ કાર્યાલય’નું ઉદ્ઘાટન

​ ​ભ્રષ્ટાચારી ભાજપ સામે સ્વચ્છ છબી ધરાવતા કોંગ્રેસના ઉમેદવારો મેદાનમાં: પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડની વિશેષ ઉપસ્થિતિમાં શક્તિપ્રદર્શન ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે ભાવનગર જિલ્લામાં રાજકીય ગતિવિધિઓએ જોર પકડ્યું છે. ખાસ કરીને ભાવનગર તાલુકાની પ્રતિષ્ઠિત ગણાતી હાથબ જિલ્લા પંચાયત બેઠક પર આ વખતે કોંગ્રેસ પક્ષ ભારે મજબૂત સ્થિતિમાં જોવા…

Read More

ભારતીય સંવિધાનના અમૃત પર્વની કલાત્મક ઉજવણી: પોરબંદરમાં ભવ્ય ચિત્ર પ્રદર્શનનું આયોજન

​​સંસ્કાર ભારતી દ્વારા આયોજિત ત્રણ દિવસીય પ્રદર્શનમાં કલાના માધ્યમથી બંધારણના ગૌરવશાળી ઇતિહાસનું થશે દર્શન; મહાનુભાવોની ઉપસ્થિતિમાં થશે ઉદ્ઘાટન ​ખબર જગત, પોરબંદર ​ભારતીય લોકશાહીના પાયા સમાન ‘ભારતીય સંવિધાન’ના ઘડતરને ૭૫ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસર પર સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અમૃત કાળની ઉજવણીના ભાગરૂપે પોરબંદરની ધરતી પર કલા અને રાષ્ટ્રભક્તિનો અનોખો સંગમ…

Read More

​ટેક ક્ષેત્રમાં નોકરીઓનો ‘કાળમુખો’ કાળ: શું એન્જિનિયરોએ હવે ખેતરમાં હળ ચલાવવાનો વારો આવશે?

​નવી દિલ્હી/અમદાવાદ ​વર્ષ 2026 ટેકનોલોજીના ઈતિહાસમાં એક એવા વર્ષ તરીકે અંકિત થઈ રહ્યું છે, જ્યાં પ્રગતિના નામે વિનાશના પગલાં વધુ દેખાઈ રહ્યા છે. વિશ્વભરની નામાંકિત આઈટી અને ટેક કંપનીઓમાં છટણીનો જે સિલસિલો શરૂ થયો હતો, તેણે હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. ચાલુ વર્ષના માત્ર પ્રથમ ત્રણ મહિનામાં જ 80,000થી વધુ કુશળ કર્મચારીઓએ પોતાની…

Read More

પોરબંદરમાં વિશ્વવિખ્યાત સુદામા મંદિરે અખાત્રીજે ભક્તો માટે ખુલશે ગર્ભગૃહના દ્વાર, ચરણસ્પર્શ મહોત્સવની ભવ્ય તૈયારીઓ

પોરબંદર: વિશ્વવિખ્યાત સુદામા મંદિરે અખાત્રીજે ભક્તો માટે ખુલશે ગર્ભગૃહના દ્વાર, ચરણસ્પર્શ મહોત્સવની ભવ્ય તૈયારીઓ ​અખાત્રીજના પાવન પર્વે ભગવાન શ્રીકૃષ્ણના પરમ મિત્ર સુદામાજીના ચરણસ્પર્શ કરવાનો વર્ષમાં એકમાત્ર અવસરો: રામાવત પરિવાર દ્વારા તડામાર આયોજન ​પોરબંદરની પવિત્ર ભૂમિ પર આવેલું વિશ્વનું એકમાત્ર સુદામા મંદિર આગામી સમયમાં એક ઐતિહાસિક અને ભક્તિમય ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. આગામી ૧૯…

Read More

ગાંધીનગર સચિવાલયના સુરક્ષા કવચમાં ભંગાણ: ફરજ પર તૈનાત એસઆરપી જવાન રાજેન્દ્રસિંહ ગોહિલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

The Great World: Gandhinagar ​અતિ સુરક્ષિત ગણાતા નવા સચિવાલય પરિસરમાં જવાનની આત્મહત્યાથી પોલીસ બેડામાં ભારે ચકચાર: ત્રણ મહિનાથી અહીં બજાવતા હતા ફરજ ​ગુજરાતના વહીવટી મથક અને અતિ સુરક્ષિત ગણાતા ગાંધીનગરના નવા સચિવાલય પરિસરમાંથી એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રાજ્યના મહત્વના ભવનો અને વીઆઈપીઓની સુરક્ષા માટે જેમના પર ભરોસો મૂકવામાં આવે છે…

Read More