સ્હેજ અસમંજસ હજી એ વાતમાં છે.
સાથમાં છે, એ ખરેખર સાથમાં છે?
હાથતાળી આપતી એ સૌ ક્ષણો પણ,
ક્યાંક પકડાશે, અમારા લાગમાં છે.
કો’ક દાડો ફૂટશે ફણગાં મજાના,
બીજ મેં વાવી દિધેલા ચાસમાં છે.
આગ ભડ- ભડ થાય પણ સળગે નહિ જો,
જીવ કોનો આ પુરાયો લાશમાં છે?
તોય શાંને આટલા વિખવાદ થાતાં?
બુધ્ધમાં છે એજ સારપ રામમાં છે.
