
તેલ અવીવ, 24 જૂન, 2025
ઈરાનના ફોર્દો, નતાંજ અને ઈસ્પહાન પરમાણુ કેન્દ્રો ઉપર અમેરિકાએ બી-ટુ બોમ્બર વડે અચાનક હુમલો કરીને ઈરાનને ભારે નુકસાન કર્યા બાદ વળતા હુમલાના ભાગરૂપે ઇરાને અમેરિકાના મિડલ ઇસ્ટમાં આવેલા કતર સહિતના એરબેઝ ઉપર હુમલો કર્યા પછી અમેરિકાએ પ્રતિપ્રહાર કરવાને બદલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક એવું જાહેર કર્યું કે ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે સીઝફાયર થયું છે અને અમેરિકા કોઈ જ વળતો હુમલો નહીં કરે કારણ કે તેમણે પોતાના ટાર્ગેટ અચીવ કરી લીધા છે, ઈરાનના એડ્રેસ પરના હુમલા થી અમેરિકાને કોઈ જ નુકસાન થયું નથી કારણ કે હીરાને છોડેલી 14 મિસાઈલ માંથી 13 મિસાઈલ અમેરિકાએ ડિફ્યુઝ કરી દીધી છે એટલે સીઝફાયરનો અમલ આજથી જ થાય છે. જોકે ઈરાન કહે છે કે આવી કોઈ જ સમજૂતી થઈ નથી અને એટલે એણે ઇઝરાયેલ ઉપર હુમલાઓ ચાલુ રાખ્યા છે. ઉલટાના હુમલાઓની તીવ્રતા વધારી છે. આ સામે અમેરિકાએ એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ખુલ્લી ચિમકી આપી છે કે સીઝફાયરનો અમલ નહીં કરે તો ઈરાનને નુકસાન થઈ શકે છે. આનો સીધો મતલબ એ થયો છે કે હજુ પણ યુદ્ધ આગળ વધી શકે છે. વધવાનું જ છે કારણ કે ઈરાન હજુ પણ ઝૂકવાના મૂડમાં નથી. બીજી તરફ ઈરાન ઉપર ઇઝરાયેલના હુમલા પણ ચાલુ છે પરંતુ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જમીન નેતન્યાહુએ અમેરિકાએ જાહેર કરેલા ચીઝ ફાયરનો સ્વીકાર કર્યો છે.