નવી દિલ્હી
ભારતીય ઉડ્ડયન ક્ષેત્રની દિગ્ગજ કંપની ઈન્ડિગોમાં આજે એક મોટા ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. કંપનીના સીઈઓ પીટર એલ્બર્સે અંગત કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. એલ્બર્સના કાર્યકાળ દરમિયાન ઈન્ડિગોએ અનેક સીમાચિહ્નો હાંસલ કર્યા હતા, પરંતુ તાજેતરમાં કંપનીને કેટલાક ટેકનિકલ અને નાણાકીય પડકારોનો સામનો કરવો પડ્યો હતો. હવે કંપનીની સર્વોચ્ચ જવાબદારી રાહુલ ભાટિયા સંભાળશે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) દ્વારા પણ કંપનીની સુરક્ષા વ્યવસ્થા અને ટેકનિકલ પાસાઓની તપાસ હાથ ધરવામાં આવી છે, જે કંપની માટે ચિંતાનો વિષય છે. રાહુલ ભાટિયા હવે કંપનીના પડકારોને ઉકેલવા અને ફરીથી વિકાસની ગતિ પકડવા માટે નવી વ્યુહરચના ઘડશે. ઈન્ડિગોના રોકાણકારો અને ગ્રાહકોની નજર હવે કંપનીના આગામી નિર્ણય અને કામગીરી પર ટકેલી છે.
