જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૬
ખંભાળિયા તાલુકાના ભાતેલ રહેતા એક આસામીની વાડીમાં આજરોજ કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે અહીં રાખવામાં આવેલા કેટલાક પાકની જણસ તથા ટ્રેક્ટરમાં નુકસાની થવા પામી હતી.
આ ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારની સૂચના મુજબ ફાયર ટીમના જવાનોએ તાત્કાલિક ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી જઈને આગ પર કાબુ મેળવ્યો હતો. સદભાગ્ય કોઈ મોટી જાનહાની થવા પામી ન હતી.



(ફોટો:- કુંજન રાડિયા)
