Headlines

ખંભાળિયામાં આજે સંગીત વાત્સલ્ય કાર્યક્રમ: સદભાવના ટ્રસ્ટનું સુંદર આયોજન

જામ ખંભાળિયા, તા. ૧૬-૦૧-૨૦૨૬

       ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે શનિવારે સાહિત્ય સંગીત સંધ્યાના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

        ખંભાળિયા શહેરમાં રંગમંચના અનેક કલા પ્રેમીઓ વસવાટ કરે છે. પરંતુ શહેરમાં ખાસ કોઈ સંગીત – કલાની પ્રવૃત્તિઓ થતી નથી. આ વચ્ચે ખંભાળિયાની જનતાનો કલાપ્રેમ સંતોષવાના એક પ્રયાસરૂપે સદભાવના ગ્રુપ દ્વારા શનિવાર તા. ૧૭ જાન્યુઆરીના રોજ રાત્રે ૯ વાગ્યે અહીંના ટાઉનહોલ ખાતે “વાત્સલ્ય ૨૦૨૬” કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં “હું તો ખોબો માંગુ, ને દઈ દે દરિયો” કાર્યક્રમ યોજાયો છે.

         આ સદાબહાર કાર્યક્રમમાં વિવિધ ગીત, સંગીત, સાહિત્ય, કવિતા વિગેરે વિવિધતા સભર કાર્યક્રમ જાણીતા કલાકારો રાજુ ભટ્ટ, નીરુ દવે, અવધ ભટ્ટ અને સાથે કલાકારો દ્વારા રજૂ કરવામાં આવશે.

      આ અનોખા કાર્યક્રમનો લાભ લઇ, અને સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી થવા તથા વધુ માહિતી માટે ડો. સાગર ભૂત (મો. ૭૬૦૦૫૮૫૫૫૫), મિલન કારીયા (મો. ૮૪૬૦૮૦૬૯૪૪), વિશાલ ડેર (મો. ૭૮૭૪૩૭૯૧૪૬), શારદાબેન કસોટીયા (મો. ૯૯૨૪૬૬૬૦૧૦), અનિલ રાઠોડ (મો. ૯૭૨૩૫૬૩૫૫૩)નો સંપર્ક કરવા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડો. સાગર ભૂત દ્વારા નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *