ખંભાળિયામાં રવિવારે બ્રહ્મ સમાજની મહત્વની બેઠક

જામ ખંભાળિયા, તા. ૩૧-૧૦-૨૦૨૫

     ખંભાળિયામાં આગામી રવિવાર તા. 2 નવેમ્બરના રોજ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખની વરણી કરવા બાબતે ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અહીંના રામ મંદિરની બાજુમાં આવેલી ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની બ્રહ્મપુરીમાં રવિવારે સાંજે 4 થી 6 વાગ્યા સુધી આ બેઠક યોજવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર – કચ્છના બ્રહ્મ સમાજના સભ્યોને ઉપસ્થિત રહેવા સંસ્થાના ટ્રસ્ટી વિજયભાઈ એન. રાજ્યગુરુ, ઉપપ્રમુખ સંજયભાઈ થાનકી અને જીગ્નેશભાઈ ઠાકરની એક યાદીમાં જણાવાયું છે.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *