
– કલેકટર, ડી.ડી.ઓ., એસ.પી સહિત મહાનુભાવોએ લીલીઝંડી આપી –
જામ ખંભાળિયા, તા. ૩૧-૧૦-૨૦૨૫
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખંભાળિયા ખાતે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખંભાળિયામાં પ્રાંત કચેરીથી જિલ્લા કલેકટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોર અને પોલીસ વડા જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા તેમજ મહાનુભાવોએ લીલીઝંડી આપીને દોડનો આરંભ કરાવ્યો હતો. જી.વી.જે. હાઈસ્કુલ, નગર ગેઈટ, વિગેરે સ્થળોએથી પસાર થઈ, રન ફોર યુનિટી પુનઃ પ્રાંત અધિકારી કચેરીએ પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો, બાળકો સાથે નગરજનો સહભાગી થયા હતા.
દોડ શરૂ કરતા પહેલા ઉપસ્થિત સૌએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને કાયમ રાખવા માટેના એકતા શપથ લીધા હતા.



(ફોટો:- કુંજન રાડિયા)
