Headlines

ખંભાળિયામાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓએ શપથ ગ્રહણ કર્યા

જામ ખંભાળિયા, તા. ૩૧-૧૦-૨૦૨૫

         સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા તા. 31 ઓક્ટોબરને સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોર સહિત અધિકારીઓ તથા કર્મયોગીઓએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા તથા દેશમાં એકતાની ભાવના વધુ મજબૂત બને તેવા સંકલ્પ સાથે એકતા શપથ ગ્રહણ કર્યા હતા.

       આ દરમિયાન જિલ્લા પંચાયત સહિત વિવિધ કચેરીની તમામ શાખાના અધિકારીઓ તથા કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

____________________________________________________________________________

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *