નવી દિલ્હી: યુરોપના પાંચ દેશો (બ્રિટન, ફ્રાન્સ, જર્મની, સ્વીડન અને નેધરલેન્ડ) એ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર તેમના વિરોધી એલેક્સી નવલનીને ‘એપિબેટિડિન’ નામનું ખતરનાક ઝેર આપવાનો આરોપ લગાવ્યો છે.
નેશનલ જિયોગ્રાફિકના અહેવાલ મુજબ, આ ઝેર દક્ષિણ અમેરિકાના ઝેરી ડાર્ટ દેડકાની ચામડીમાંથી મળે છે. આ ઝેર એટલું ઘાતક છે કે માત્ર એક દેડકાનું ઝેર 10 પુખ્ત વ્યક્તિઓના જીવ લઈ શકે છે. તે શરીરમાં લકવો કરી દે છે અને અંતે અત્યંત પીડાદાયક મૃત્યુ નીપજાવે છે. યુરોપીય દેશોએ આ મામલે કેમિકલ વેપન્સ કન્વેન્શનના ઉલ્લંઘન બદલ રશિયા વિરુદ્ધ તપાસની માંગ કરી છે.
