જામ ખંભાળિયા, તા. ૦૫-૧૧-૨૦૨૫
કચ્છ – સૌરાષ્ટ્રના સમસ્ત બ્રહ્મ સમાજના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટ્રસ્ટી તથા પ્રમુખ તેમજ ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા શ્રી રાજ્યગુરુ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તથા ખંભાળિયા બરડાઈ બ્રાહ્મણ સમાજના વિજયભાઈ રાજ્યગુરુ દ્વારા જુનાગઢ ખાતે બરડાઈ બ્રહ્મ સમાજના તમામ બરડાઈ બ્રાહ્મણ સમાજના ઘર સુધી પ્રસાદી સ્વરૂપે સોમનાથ મહાદેવની ગોલ્ડન ફ્રેમ સહીતની છબી અર્પણ કરવામાં આવી હતી.શ્રી બરડાઈ બ્રહ્મ સમાજ જૂનાગઢ વતી કિશોરભાઈ હરજીભાઈ જોશી, કિરીટભાઈ નારણજીભાઈ થાનકી, સમિકભાઈ નારણજીભાઈ જોષી, ધનજીભાઈ ભીમજીભાઈ જોષી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જુનાગઢ બરડાઈ સમાજના સર્વે અગ્રણીઓએ વિજયભાઈ રાજ્યગુરુનો આભાર વ્યક્ત કર્યો હતો. વિજયભાઈ રાજ્યગુરુ ને સોમનાથ મહાદેવની છબીની પ્રસાદી દરેક બરડાઈ બ્રાહ્મણ પરિવાર સુધી પ્રસાદી સ્વરૂપે પહોંચે તે માટેના આ કાર્યની શરૂઆત કરી ચૂક્યા છે અને વિવિધ ગામની મુલાકાત લઈ આ પ્રસાદીનું વિતરણ કરી રહ્યા છે.

(ફોટો:- કુંજન રાડિયા)
