– મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ 7 ફેબ્રુઆરી સુધી ચાલશે –
જામ ખંભાળિયા, તા. ૩૧-૧૦-૨૦૨૫
તા. 28 ઓક્ટોબરથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.૧ જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં ચૂંટણી પંચ દ્વારા ફોટાવાળી મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR-2026 જાહેર કરવામાં આવ્યો છે.
આ સંદર્ભે રાજ્યભરના જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીઓને મોકલવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમની શરૂઆત થઈ છે. જે મુજબ મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમની સમય સૂચી આ પ્રમાણે છે. તા. ગત મંગળવાર તા. 28 થી સોમવાર તા. 3 નવેમ્બર સુધી તૈયારી, છાપકામ અને તાલીમની કામગીરી બાદ મંગળવાર તા. 4 મંગળવારથી તા. 4 ડિસેમ્બર સુધી ગણતરીનો સમયગાળો અને મતદાન મથકોનું રેશનલાઈઝેશન, રી-એરેન્જમેન્ટ કરાશે. તા. 5 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર સુધી કંટ્રોલ ટેબલનું અપડેશન અને મુસદ્દા મતદારયાદીની તૈયારી, તા. 9 ના રોજ મુસદ્દા મતદારયાદીની પ્રસિદ્ધિ બાદ તા. 8 જાન્યુઆરી સુધી હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાનો સમયગાળો રહેશે.
તા. 9 ડિસેમ્બરથી તા. 31 જાન્યુઆરી સુધીમાં નોટિસ તબક્કો (નોટિસ ઈશ્યુ કરવી, સુનાવણી અને ચકાસણી), ગણતરી ફોર્મ પર નિર્ણય અને EROs દ્વારા સમકાલીન રીતે હક્ક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરવો. તેમજ તા. 3 ફેબ્રુઆરી ના મતદાર યાદીના હેલ્થ પેરામીટર્સની ચકાસણી અને આખરી પ્રસિદ્ધિ માટે ચૂંટણીપંચની પરવાનગી મેળવવી તથા તા. 7 ફેબ્રુઆરીના રોજ મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ 634 ભાગોના બુથ લેવલ ઓફિસર (બીએલઓ) દ્વારા તા. 4 નવેમ્બરથી તા. 5 ડિસેમ્બર સુધીમાં તા. 27 ઓક્ટોબરના મતદાર યાદીના આધારે એન્યુમેરેશન (ગણતરી) ફોર્મ દરેક મતદારોના ઘરે ઘરે જઈ તેનું વિતરણ કરવામાં આવશે. જો કોઈ મતદાર મળી નહિ આવે તો બી.એલ.ઓ. દ્વારા દરેક મતદારના ઘરે ઓછામાં ઓછી ત્રણ વખત મુલાકાત લેવાશે. મતદાર યાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ દરમિયાન મૃત્યુ, કાયમી સ્થાળાંતરીત અને ડુપ્લિકેટ મતદારોને દુર કરવામાં આવશે અને નવા લાયક મતદારોને ઉમેરવામાં આવશે તેમજ તે પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે વૃદ્ધો, બિમાર, દિવ્યાંગ અને નબળા વર્ગોના લોકોને ફોર્મ ભરવામાં અને ચકાસણીની પ્રક્રિયામાં કોઈ તકલીફ ન પડે તથા તેના માટે બીએલઓ, બીએલએ તેમજ સ્વયંસેવકોની મદદ પણ લેવામાં આવશે.
મુસદ્દા મતદારયાદીની પ્રસિદ્ધિ તા. 9 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે તથા હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાનો સમયગાળો તા. 9 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી સુધીનો રહેશે. મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ તા. 7 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરની યાદીમાં જણાવાયું છે.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)
