Headlines

દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા ખંભાળિયા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૨-૨૦૨૬

      દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ગત રાત્રે પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી.

       દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ અહીંના ડી.વાય.એસ.પી. વિસ્મય માનસેતા, ખંભાળિયાના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી, એલ.સી.બી. પી.આઈ. તેમજ સ્ટાફ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. અહીંના જોધપુર ગેઈટ, પોસ્ટ ઓફિસ રોડ, નગર ગેઈટ વિગેરે વિસ્તારમાં પોલીસ અધિકારીઓએ કરેલી પેટ્રોલિંગની કાર્યવાહી સાથે વાહન ચેકિંગ તથા રસ્તામાં અડચણરૂપ વાહન ચાલકો સામે પણ કડક કાર્યવાહી કરી, કોમ્બિંગ કરાયું હતું.

(ફોટો: કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *