Headlines

ધારડીના પાટીયે કાર અને આખલાની ટક્કર: એક બાળક અને આખલાનું મોત

તળાજા : ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ધારડી ગામના પાટીયે એક કાર અને આખલા વચ્ચે ટક્કર થઈ જતાં આ બનાવવામાં આખલાનું અને કારમાં રહેલ એક બાળકનું મોત થયું હોવાની ખબર આવી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર એક મુસ્લિમ અગ્રણી તેમની કાર લઈને પોતાના કામે જઈ રહ્યા હતા ત્યારે કારની ટક્કર એક આખલા સાથે થઈ ગઈ હતી અને આ બનાવવામાં આખલાનું પણ મોત અને કારમાં રહેલ એક બાળકનું પણ મોત થયું હતું. બાળકને અને ઇજાગ્રસ્તોને પ્રથમ તળાજા હોસ્પિટલ અને ત્યારબાદ મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. વધુ એકવાર એ વાત પણ સામે આવી છે કે રસ્તા પર રખડતા ઢોર કેટલા ખતરનાક સાબિત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *