Headlines

નર્મદા પાઇપલાઈનના પમ્પીંગ સ્ટેશનમાં ઇલેક્ટ્રિક ફોલ્ટના કારણે પોરબંદરમાં પાણી પુરવઠો ૧૧ માર્ચ સુધી નહીંવત અપાશે

પોરબંદર, તા. ૦૯/૦૩/૨૦૨૬

પોરબંદર મહાનગરપાલિકાના સર્વે નાગરિકોને જાણ કરતા જણાવવામાં આવે છે કે, રાણાવાવ કોર્ટ બિલ્ડીંગ પાસે આવેલ એન.સી.–૩૮ નર્મદા પાઈપલાઈનના પમ્પીંગ સ્ટેશનમાં ઇલેક્ટ્રિક ફોલ્ટને કારણે પાણીનું પમ્પીંગ સ્ટેશન બંધ છે, જે કારણે નર્મદા પાઈપલાઈન એન.સી.–૩૮ નું પાણી પમ્પીંગ થઈ શકે તેમ નથી. જેથી પોરબંદર મહાનગરપાલિકાના વિસ્તારોમાં તા. ૦૯-૦૩-૨૦૨૬ થી ૧૧-૦૩-૨૦૨૬ કુલ ત્રણ (૩) દિવસ સુધી પાણી પૂરવઠો ઓછા પ્રમાણમાં મળશે.
સંબંધિત વિભાગ દ્વારા ફોલ્ટ દૂર કરવાની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી છે, અને શક્ય તેટલી વહેલી તકે સ્થિતિ સામાન્ય બનાવવા પ્રયત્નો ચાલી રહ્યા છે. આ સમયગાળા દરમ્યાન નાગરિકોએ પાણીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવા તથા અનાવશ્યક વેડફાટ ટાળવા અને મહાનગરપાલિકાને સહકાર આપવા અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *