પત્ની સાથેના મનદુઃખમાં પતિએ આપઘાત કર્યો

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૨-૨૦૨૫

      ભાણવડ તાલુકાના સઈ દેવળીયા ગામે હાલ રહેતા અને મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના બોરી તાલુકાના રહીશ ભુગુભા રણસિંહ ડાગર નામના 46 વર્ષના આદિવાસી શ્રમિક યુવાન ખેતીની જમીન ભાગમાં રાખીને મજૂરી કરતા હોય, તેમના પત્ની નરબદીબેન ભુગુભા રણસિંહ ડાગર (ઉ.વ. 41) સાથે ઘરના તથા મજૂરીકામ બાબતે ત્રણેક દિવસ પૂર્વે બોલાચાલી થઈ હતી. જે બાબતનું મનદુઃખ રાખીને ભુગુભાઈએ ગઈકાલે શુક્રવારે ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.  આ બનાવની જાણ નરબદીબેન ડાગરએ ભાણવડ પોલીસને કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *