ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદર જિલ્લામાં આવેલ બરડા અભ્યારણમાં આગામી ૧૫ ઓક્ટોબર ૨૦૨૫ સુધી પ્રવાસીઓ માટે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.
પોરબંદર જિલ્લામાં ચોમાસા દરમ્યાન ભારે વરસાદ, અચાનક પૂર તથા ચક્રવાત જેવી કુદરતી પરિસ્થિતિઓ સર્જાવાની શક્યતા રહેતી હોવાથી તેમજ આ સમયગાળો વિવિધ સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ તથા સરીસૃપ પ્રજાતિઓ માટે મહત્વપૂર્ણ પ્રજનન સમયગાળો હોવાથી, તેમનાં કુદરતી જીવનચક્રમાં અવરોધ ન આવે તે હેતુસર, બરડા અભયારણ્યના પ્રવેશ પર આગામી તા. ૧૬/૬/૨૦૨૫ થી તા. ૧૫/૧૦/૨૦૨૫ સુધીનો સમયગાળો માટે તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રવાસીઓ માટે બરડા અભયારણ્ય તા. ૧૬/૧૦/૨૦૨૫ થી ફરીથી રાબેતા મુજબ ખુલ્લું મૂકવામાં આવશે.