Friday June 20, 2025

ભાટિયામાં સંસ્કાર ગર્લ્સ હોસ્ટેલ ખાતે સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઈ

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૨-૨૦૨૫

        કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે આવેલી સર્વે સમાજની કન્યાઓ માટેની એકમાત્ર છાત્રાલય સંસ્કાર ગર્લ્સ હોસ્ટેલમાં કન્યાઓ જીવનમાં પોતાનું સ્વ રક્ષણ કરી શકે તે માટેની સેલ્ફ ડિફેન્સની તાલીમ તજજ્ઞો દ્વારા અપાય છે.

            કેળવણી એટલે માત્ર અક્ષર જ્ઞાન નહિ પરંતુ વિદ્યાર્થીઓનો સર્વાગી વિકાસ. આ સૂત્રને સાર્થક કરવા માટે આ ગર્લ્સ હોસ્ટેલમાં શિક્ષણની સાથે સાથે કન્યાઓનો સર્વાંગી વિકાસ થાય તથા કન્યાઓમાં સંસ્કારોનું સિંચન થાય એવા હેતુને ધ્યાને રાખીને વિવિધ સહ-અભ્યાસિક પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. જેમાં ખેલ મહાકુંભ, કલા મહાકુંભ, દિન વિશેષ, રાષ્ટ્રીય- સામાજિક- ધાર્મિક તહેવારોની ઉજવણી, વાર્ષિક ઉત્સવ, યોગ, જૂડો કરાટેની તાલીમ, વિજ્ઞાન પ્રદર્શન, વિવિધ શૈક્ષણિક સેમિનાર, વ્યક્તિ વિશેષ દ્વારા માર્ગદર્શન, પ્રવાસ- પર્યટન, નવરાત્રી મહોત્સવ વિગેરે કાર્યક્રમો અને પ્રવૃતિઓ આ હોસ્ટેલના સંચાલક જેતીબેન ચાવડા દ્વારા આયોજન કરવામાં આવે છે.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top