Headlines

ભાણવડ નજીક કારમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે બે ઝબ્બે

જામ ખંભાળિયા, તા. ૨૬-૧૨-૨૦૨૫

ભાણવડ અને દ્વારકામાં આઠ જુગારીઓ ઝડપાયા

      ભાણવડ તાલુકાના સેવક દેવળીયા ગામેથી પોલીસે ઈરફાન આદમ હાલેપૌત્રા, નામોરી ગુલમામદ ઘુઘા અને વલીમામદ હાસમ ઘુઘા નામના ત્રણ શખ્સોને તીનપત્તીનો જુગાર રમતા રૂ. 1,360 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ભાણવડ ટાઉન વિસ્તારમાંથી સોહિલશા નુરશા સરવદી નામનો શખ્સ વરલી મટકાનો જુગાર રમતા ઝડપાઈ ગયો હતો.

     દ્વારકા પોલીસે પ્રવીણ સના શિરુકા અને દિનેશ ડાયા લોરીયા નામના બે શખ્સોને ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા ઝડપી લીધો હતો. દ્વારકા રૂપેણબંદર ચેકપોસ્ટ પાછળથી કિશન ધીરુ વાઘેલિયા અને અજય સુરેશ કાઠીયાવાડી નામના બે શખ્સોને પોલીસે ગંજીપાના વડે જુગાર રમતા મુદામાલ સાથે ઝડપી લઈ, ધોરણસરની કાર્યવાહી કરી હતી.

____________________________________________________________________________

ભાણવડ નજીક કારમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે બે ઝબ્બે

     ભાણવડથી આશરે 15 કિમી. દૂર શિવા ગામના પાટીયા પાસેથી અલ્ટો મોટરકારમાં જઈ રહેલા ગઢવી દેવુ વાલા જામ (રહે. જામજોધપુર) અને ખંભાળિયામાં પોરબંદર રોડ પર રહેતા ખીમાણંદ વિરમ ગંઢ નામના બે શખ્સોને 70 લિટર દેશી દારૂ સાથે ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં પોલીસે રૂ. 50 હજારની કિંમતની મોટરકાર અને રૂપિયા 14 હજારની કિંમતના દારૂ સહિત કુલ રૂપિયા 64 હજારનો મુદ્દામાલ કબજે કરી, ઉપરોક્ત બંને શખ્સોની અટકાયત કરી હતી.

      દારૂનો આ જથ્થો તેઓએ રાણપર ગામના ડાયા પોલા રબારી પાસેથી મેળવ્યો હોવાની કબુલાત પોલીસ સમક્ષ આપી હતી. જે અંગે ભાણવડ પોલીસે વિધિવત રીતે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *