ભાવનગરમાં આનંદ નગર જલારામ મંદિરે થશે જલારામ બાપાના 226 માં જન્મદિવસની ભવ્ય ઉજવણી

પૂ.જલારામ બાપા ની 226 મી જન્મ જયંતિ ની આનંદનગર જલારામ મંદિરે ભવ્ય ઉજવણી કરવા માં આવશે

  • તા.29 ને બુધવાર ના રોજ જન્મ જયંતિ ના દિવસે મહાપ્રસાદ નો 20 હજાર કરતા વધુ ભક્તો લાભ લેશે

ધજા પૂજન,250 થી વધુ વાનગીઓ નો અન્નકૂટ દર્શન, મહાઆરતી, રક્તદાન શિબિર, મેડિકલ કેમ્પ સહિત ના કાર્યક્રમો યોજાશે

સુમિત ઠક્કર, ભાવનગર

સમગ્ર વિશ્વમાં જેમની સેવાના નામના ડંકા વાગે છે તેવા વિશ્વ વંદનીય સંત પૂજ્ય જલારામ બાપાની 226 મી જન્મ જયંતી ની ઠેર ઠેર ઉજવણી તારીખ-29 ઓક્ટોબર ને બુધવાર ના રોજ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે જલારામ મંદિર ,આનંદનગર, ભાવનગર ખાતે પૂજ્ય બાપાની જન્મ જયંતિ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે.
જલારામ મંદિર આનંદનગરને રોશની થી શણગારવામાં આવેલ છે.પૂ.બાપા ના સૂત્ર મુજબ ભજન અને ભોજન સેવા થશે. તા.29 ને બુધવારે પૂજ્ય બાપાની જન્મ જયંતીના દિવસે સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે એના ભાગરૂપે સવારે 8:15 કલાકે ધજા પૂજન સવારે 8:30 કલાકે બાપા નું પૂજન સવારે 11:00 કલાકે પૂજ્ય બાપાને 250 થી વધુ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ કરવામાં આવશે જેના દર્શન તેમજ બપોરે 12.15 કલાકે પૂજ્ય બાપાની મહાઆરતી કરવામાં આવશે. જલારામ જયંતીના દિવસે મંદિર સવારે પાંચ કલાકથી રાત્રિના 9:30 કલાક સુધી મંદિરના દર્શન ખુલ્લા રહેશે સવારે 6.30 કલાકે બાપા ની આરતી થશે. જલારામ જયંતિ નિમિત્તે આનંદનગર જલારામ મંદિરે સવારે.9.30 થી 2 દરમ્યાન રેડક્રોસ સોસાયટી ભાવનગર ના સહકારથી રક્તદાન શિબિર, જનરલ મેડિકલ ચેકઅપ અને પ્રાથમિક સારવારની ટુકડી તેમજ ચક્ષુદાન, દેહદાન, અંગદાન વગેરેના સંકલ્પ પત્રો ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
જલારામ જયંતિના દિવસે આનંદ નગર જલારામ મંદિર ખાતે સમગ્ર દિવસ દરમિયાન 80,000 કરતાં વધુ ભક્તોજનો દર્શન નો લાભ લેવા પધારે છે. તેમ જ દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાય છે.
પૂજ્ય જલારામ બાપાના મંત્ર સમાન ટુકડો ત્યાં હરિ ઢુકડો સૂત્રને સાર્થક કરતા ભાવનગરના સર્વે જ્ઞાતિ અને ભક્તજનો માટે મહાપ્રસાદ સવારે 11 થી બપોરે ત્રણ કલાક સુધી જલારામ મંદિર આનંદ નગર ખાતે યોજાશે જેવા પ્રતિ વર્ષ 20000 કરતાં વધુ ભક્તજનો મહાપ્રસાદનો લાભ લે છે. હાલમાં મહાપ્રસાદ માટેની પૂર્વ તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે આથી સર્વ ભક્તજનોને પૂજ્ય બાપાની જન્મ જયંતીના રોજ મહાપ્રસાદ અને દર્શનનો લાભ લેવા જલારામ મંદિર આનંદ નગર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *