વિપુલ હિરાણી દ્વારા
ભાવનગર તા.૧૯
સમસ્ત વાળંદ સમાજ ભાવનગર આયોજિત સમુહ લગ્ન મહોત્સવ તા. 20 /2 /2026 ના રોજ ફૂલઝરીયા હનુમાનજી મંદિર અધેવાડા ખાતે ધામપૂર્વ થી ઉજવાશે. જેમાં 19 પ્રભુતામાં પગલા પાડશે. સમૂહ લગ્ન માં જોડાયેલ કન્યાઓને દાતાઓ અને આયોજકો તરફથી ઘર વપરાશની ૭૦ જેટલી ચીજો કરિયાવરમાં ભેટ આપવામાં આવી છે. સમૂહ લગ્નમાં સમાજના શ્રેષ્ઠિઓ ,આગેવાનો ઉપસ્થિત રહી નવદંપત્તિઓની આશીર્વાદ આપશે. કલા સંસ્થા અંકુરના સ્મૃતિબેન મફતભાઈ સોલંકી દ્વારા લગ્નગીતો તેમજ જાણીતા કલાકારો અનિલભાઈ વકાણી ધરમભાઇ વકાણી વિગેરે બોલાવશે. લગ્નવિધિ સરોજબેન અશોકભાઈ નાઈ અને ગાયત્રી પરિવાર દ્વારા થશે. સમાજના અધ્યક્ષ મનહરભાઈ રાઠોડ, પ્રમુખ પરેશભાઈ ચૌહાણ, મુખ્ય આયોજકો રાજુભાઈ પરમાર , રમેશભાઈ મુંજપરા સહિતના આગેવાનો અને કાર્યકરો દ્વારા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
