Headlines

ભાવનગરમાં વાળંદ  સમાજ નાસમૂહલગ્ન ધામધૂમથી ઉજવાયો:૧૯ યુગલો એ પ્રભુતામાં પગલા પાડ્યા

વિપુલ હિરાણી ભાવનગર

સમસ્ત વાળંદ સમાજ ભાવનગર દ્વારા તા.૨૦/૨/૨૬ ના રોજ શ્રી ફૂલઝરીયા હનુમાનજી મંદિર  ખાતે સમુહ લગ્ન મહોત્સવ ભારે ધામધૂમથી ઉજવાયો હતો.જેમાં ૧૯ એ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. દાતાઓ અને સમૂહ લગ્ન સમિતિ દ્વારા લગ્નમાં જોડાયેલા તમામ કન્યાઓને કરિયાવરમાં ૭૦ થી વધુ ચીજ વસ્તુઓની ભેટ આપવામાં આવી હતી.  સરોજબેન તથા અશોકભાઈ નાઈ તેમજ ગાયત્રી પરિવાર દ્વારા લગ્ન વિધિ કરાઈ હતી. 

મફતભાઈ સોલંકી તથા શ્રીમતી સ્મૃતિબેન સોલંકી ના કલા સંસ્થા અંકુર ના કલાકારો દ્વારા દ્વારા રૂડા લગ્નગીતો તેમજ જાણીતા કલાકારો અનિલભાઈ વકાણી તથા ધરમભાઇ વંકાણી એ ભારે રમઝટ બોલાવી હતી. સમૂહલગ્નમાં દાતાઓએ અને જ્ઞાતિજનોએ દાન ની સરવાની કરી હતી. સમૂહ લગ્નમાં ધીરુભાઈ ભટ્ટી ,કમલેશભાઈ ભટ્ટી, શૈલેષભાઈ ભટ્ટીનું તેમજ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ ધર્મેશ જીતુભાઈ મુંજપરા, પ્રિયંકા ધીરજલાલ પરમાર, સંકેત રમણીકભાઈ બારડ, વત્સલ રમણીકભાઈ બારડ તેમજ ખુશી દિનેશભાઈ બુધેલીયા, કમલેશભાઈ વિડજા, પત્રકાર વિપુલભાઈ હિરાણી, કમલેશભાઈ ચૌહાણ , ભાજપ સંગઠનના ઉપપ્રમુખ રીટાબેન જોટંગીયા, ભાવનગર જિલ્લા ભાજપના મંત્રી ચંદ્રિકાબેન ધર્મેશભાઈ રાઠોડ તથા

બહારગામ અને સ્થાનિક દાતાશ્રીઓ અને મહેમાનોનું સન્માન કરવામાં આવેલ.  સમસ્ત  વાળંદ સમાજ ભાવનગરના અધ્યક્ષ મનહરભાઈ રાઠોડ, પ્રમુખ પરેશભાઈ  ચૌહાણ, મુખ્ય આયોજકો રાજુભાઈ પરમાર, રમેશભાઈ  મુંજપરા  થતા ટીમે  ભારે જહેમત ઉઠાવી સમૂહલગ્નના આયોજનને સફળ બનાવ્યો હતો.

#

સમાચાર, સાહિત્ય, સંગીત, સાયન્સ, સેટાયર, સિનેમા અને સિશ્રૃક્ષાની દુનિયાને એક્સપ્લોર કરવા માટે આજે જ સબ્સ્ક્રાઇબ કરો The Great World 🌎

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *