Saturday June 21, 2025

ભાવનગર જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા “કાવ્યોત્સવ” કાર્યક્રમ યોજાયો

મૂકેશ પંડિત, ભાવનગર
ભાવનગર જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (જીતો)ની યુથ વિંગ દ્વારા “કાવ્યોત્સવ” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજની યુવા પેઢી ગુજરાતી ભાષા અને સાહિત્ય પ્રત્યે વધુ જાગૃત થાય તેવા હેતુથી કાવ્યોત્સવ કવિતા સ્પર્ધા યોજાઈ હતી. આ પ્રસંગે જીતો સાથે જોડાયેલા યુવા કવિઓ દ્વારા વિવિધ કવિતાઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે કવિવર દુલા ભાયા કાગના પ્રપૌત્ર શ્રી ઈશભાઈ કાગ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ગુજરાતી ભાષા તજજ્ઞ વિરાભાઈ કાગ (ગઢવી સર) કાર્યક્રમને લગતું સાહિત્ય પિરસી કાર્યક્રમ વધુ રસમય બનાવ્યો હતો. આ આયોજનને સફળ બનાવવા માટે ઈવેન્ટ કન્વીનર આકાંક્ષા શાહ તેમજ સમગ્ર જીતો ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top