Headlines

ભાવનગરમાં ભારે વરસાદ વચ્ચે કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌસેવા અને માનવસેવા અભિયાન

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શહેરના છેવાડાના વિસ્તારો તેમજ ઝૂંપડપટ્ટીઓમાં રહેતા તદ્દન ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોનું જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ગૌસેવા, માનવસેવા અને જીવદયાના ધ્યેય સાથે સતત કાર્યરત સંસ્થા કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનવસેવા અર્થે વિશેષ અભિયાન હાથ ધરવામાં…

Read More

ઘોઘા પંથકમાં કૃષિ પૂર્વાનુમાન: આગામી સોમવારથી વરાપ નીકળતા ખેડૂતોને દવાનો છંટકાવ અને ખાતર વ્યવસ્થાપનમાં મળશે મોટી રાહત

ભેજનું પ્રમાણ ઘટતા સોમ-મંગળથી ખેતીકીય કાર્યો માટે ઉત્તમ સમય ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગર તાલુકાના ઘોઘા પંથકમાં પ્રવર્તમાન હવામાન અને ભેજની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે અતિ મહત્વની કૃષિ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હવામાં ભેજનું પ્રમાણ અને તાપમાન પાકને કઈ રીતે પ્રભાવિત કરે છે તેની વિગતવાર માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે જો હવામાં…

Read More

ભાવનગરના ઘોઘા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ: આગામી ૨૪ કલાક ભારે વરસાદની ચેતવણી

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગર તાલુકાના ઘોઘા પંથકમાં આજે, ૩૧ જુલાઈ ૨૦૨૬ના રોજ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે અને આખો દિવસ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વર્તમાન સમયમાં પંથકનું તાપમાન ૨૭ ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાયું છે, જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૧ ટકા જેટલું ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. હવામાન વિભાગના સેટેલાઇટ ડેટા અને વર્તમાન…

Read More

રાજગોર બ્રાહ્મણ મરણ: ચૂણા/ભાવનગર

ચુણા નિવાસી હાલ ભાવનગર સ્વ વિજયાબેન દયાશંકર જાની (ઉ. વ ૭૫) તે સ્વ.દયાશંકર શિવશંકર જાની ના ધર્મ પત્ની તથા સ્વ પ્રભાશંકર દયાશંકર જાની તથા કૈલાશબેન જયેશકુમાર જોશી (અમૃતવેલ) ના માતુશ્રી તથા શ્રી રવિશંકર તથા રમીલાબેન ના દાદી તથા ચુણા નિવાસી સ્વ કનૈયાલાલા નારણજીભાઈ જાની તથા શ્રી રતિભાઈ નારણજીભાઈ ના નાનાભાઈ ના પત્ની તથા શ્રી લક્ષ્મીશંકર…

Read More

ભારે વરસાદના કારણે ભાવનગર ડિવિઝનની વિવિધ ટ્રેનો રદ અથવા ડાયવર્ટ

શંભુ સિંહ ભાવનગર પાણી ભરાવા અને ખરાબ હવામાનને કારણે મુસાફરોની સુરક્ષા માટે રેલવે દ્વારા મહત્વના નિર્ણયો લેવાયા ભારે વરસાદ, પાણી ભરાવા તથા ઓપરેશનલ કારણોસર પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન હેઠળ દોડતી કેટલીક મહત્વપૂર્ણ ટ્રેનોના પરિચાલનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. રેલવે તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ટ્રેન નંબર 19015 દાદરથી પોરબંદર વચ્ચે દોડતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, જે…

Read More

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પોરબંદર રેલવે સ્ટેશનનું ભવ્ય લોકાર્પણ : આધુનિક સુવિધાઓ અને વિશ્વસ્તરીય માળખાગત વિકાસ સાથે પોરબંદર રેલવે સ્ટેશન રાષ્ટ્રને સમર્પિત

શંભુ સિંહ, ભાવનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ૧૭ જુલાઈના રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સમગ્ર દેશના ૭૫ પુનર્વિકસિત રેલવે સ્ટેશનોનું લોકાર્પણ કર્યું હતું. આ શ્રેણીમાં પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવતા પોરબંદર રેલવે સ્ટેશનનું પણ નવનિર્મિત સ્વરૂપમાં લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન નરેન્દ્ર મોદીએ વિવિધ રેલવે આધારભૂત સુવિધા પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન…

Read More

ગુજરાતમાં આપત્તિ સામે નાગરિકોને મદદરૂપ થવા ‘યુવા આપદા મિત્ર સ્કીમ’ હેઠળ ૪,૫૨૬ યુવાનો તાલીમબદ્ધ

રાજ્યના ૧૭ જિલ્લાઓમાં આપદા મિત્રોને અદ્યતન ઇમરજન્સી કીટથી સજ્જ કરી જનભાગીદારી વધારાઈ જનક દેસાઈ, ગાંધીનગર ગુજરાત સરકાર દ્વારા કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ સામે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આપદા મિત્ર પ્રોજેક્ટને વ્યાપક વેગ આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા વર્ષ ૨૦૧૬માં ભરૂચ જિલ્લાથી માત્ર ૨૦૦ આપદા મિત્રો સાથે શરૂ થયેલી આ…

Read More

ભાવનગર મંડળ રેલ પ્રબંધક દ્વારા ધોળા–પીપાવાવ રેલખંડનું સંરક્ષા નિરીક્ષણ, ચોમાસાની તૈયારીઓ અને માલ લોડિંગ વધારવા પર વિશેષ ભાર

શંભુ સિંહ , ભાવનગર યાત્રિયોને સુરક્ષિત અને અવરોધરહિત રેલ મુસાફરી સુનિશ્ચિત કરવા તેમજ ચોમાસા દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના હેતુથી પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક (ડીઆરએમ) દિનેશ વર્માએ તા. 09 જુલાઈના રોજ ધોળા–પીપાવાવ રેલખંડનું વિન્ડો ટ્રેલિંગ દ્વારા સંરક્ષા નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ દરમિયાન ડીઆરએમે ચોમાસાને ધ્યાનમાં રાખીને રેલખંડના સંભવિત અને સંવેદનશીલ પાણી ભરાવા…

Read More

નવાબંદર પ્રાથમિક શાળા ખાતે સામાજિક કાર્યકર સ્વ. નવીનભાઈ ખસિયાની પુણ્યતિથિ નિમિત્તે સેવાકીય કાર્યક્રમ સમ્પન્ન

​વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને ભોજન પીરસીને અર્પણ કરવામાં આવી ભાવભીની શ્રદ્ધાંજલિ નારન બારૈયા, ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​નવાબંદર પ્રાથમિક શાળાના પ્રાંગણમાં નવીનભાઈ ખસિયાની પુણ્યતિથિના પાવન અવસરે એક ભવ્ય અને પ્રેરણાદાયી સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યત્વે સ્વર્ગસ્થ નવીનભાઈ ખસિયાને યાદ કરીને તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમના પરિવારજનો અને મિત્રવર્તુળ દ્વારા…

Read More

ભાવનગર જિલ્લામાં વરસાદનું રીયલ ઓપનિંગ: ઠેર ઠેર માત્ર એક કલાકમાં ત્રણ ઇંચ દોટ-માર વરસાદ ડાઉનલોડ થયો: ખેડૂતો હવે વિવિધ બિયારણ ઇન્સ્ટોલ કરવાની તૈયારીમાં

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગરવરસાદની રાહ જોઈને બેઠેલા ભાવનગરવાસીઓ માટે આજે બપોરે કંઈક એવું બન્યું કે જાણે મેઘરાજાએ પોતે જ સિસ્ટમમાં ‘હાઈ-સ્પીડ ડેટા’ કનેક્ટ કરી દીધો હોય! બપોરે ૩:૦૦ વાગ્યાનો સમય હતો, વાતાવરણમાં થોડી ગરમી હતી, ત્યાં જ અચાનક આકાશના સર્વરમાંથી વરસાદનું ‘ડાઉનલોડિંગ’ શરૂ થયું. વીજળીના કડાકા-ભડાકાના ‘સાઉન્ડ ઇફેક્ટ્સ’ સાથે મેઘરાજાએ એવી તો ધમાકેદાર એન્ટ્રી કરી…

Read More