હરેશ જોષી , ભાવનગર
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર , કુમાર આર્ટસ ફાઉન્ડેશન અને સૌરાષ્ટ્ર સાહિત્ય સભા ના સંયુક્ત ઉપક્રમે તા.21 ફેબ્રુઆરી શનિવાર ના રોજ ભાવનગર બુધસભા હોલ ખાતે સાંજે 5.30 કલાકે માતૃભાષા મહોત્સવ માં ભાવનગરના વાર્તાકારો અજય ઓઝા અને નીતિન ત્રિવેદી પોતાની વાર્તાઓ રજૂ કરશે.સંચાલન ઉત્કર્ષ ભટ્ટ કરશે. સંયોજક તરીકે રાજીવ ભટ્ટ’દક્ષરાજ’ કામગીરી બજાવશે આ કાર્યક્રમને માણવા માટે સાહિત્ય રસિકોને ઉપસ્થિત રહેવા અકાદમીના મહામાત્ર શ્રી ડો.જ્યેન્દ્રસિંહ જાદવ અને અધ્યક્ષ શ્રી ડો.ભાગ્યેશ જહા અને કુમાર ફાઉન્ડેશનના પ્રમુખ કવિ કુમાર જૈમીની શાસ્ત્રી તરફથી સૌને ભાવભર્યું આમન્ત્રણ પાઠવવામાં આવ્યું છે.
