
મૂકેશ પંડિત, માયધાર
જીતુભાઈ ચુડાસમાએ ઝવેરચંદ મેઘાણીની વાર્તાઓનું રસપૂર્વક રસ પાન કરાવ્યું
સર્વોદય સહકારી પ્રકાશન સંઘ અને લોકવિદ્યાલય માઈધાર ના સંયુક્ત ઉપક્રમે તા. 4 અને 5 નવેમ્બર 2025ના
વાંચન શિબિરનું સફળ આયોજન થઈ ગયું.
લોકવિદ્યાલય માઈધારમાં આ આયોજન કરવામાં આવ્યું જેમાં શિબિરનો હેતુ વિદ્યાર્થીઓમાં વાંચન નો રસ, સમજ તથા વિચારશક્તિ વિકસાવવાનો હતો.
કાર્યક્રમના પ્રારંભે જગદીશભાઈ બોરીચાએ શિબિરની ભૂમિકા રજૂ કરી અને વાંચનનું માનવ જીવનમાં મહત્વ સમજાવ્યું.
પ્રથમ દિવસે પ્રથમ બેઠકમા જીતુભાઈ ચુડાસમાએ ઝવેરચંદ મેઘાણીની વાર્તાઓનું રસપૂર્વક રસ પાન કરાવ્યું તેમની લોકસંસ્કૃતિથી જોડાયેલી વાર્તાઓનો ઉલ્લેખ કર્યો. બપોર બાદ રામચંદ્રભાઈ પંચોલળીએ “એક સૈનિક” નામની પ્રેરક વાર્તા રજૂ કરી અને વાંચનનું મૂલ્ય સમજાવ્યું.
બીજા દિવસે દિનુભાઈ ચુડાસમાએ મહાત્મા ગાંધીજીના અગિયાર વ્રતો પર વિગતવાર ઉદબોધન કર્યું લેખન કેવી રીતે કરવું તેની વાતો કરી ત્યારબાદ આ. ભાવનાબેન પાઠક દ્વારા આઈ. કે. વીજળીવાળા ઝુલે વર્ન, ધ્રુવ ભટ્ટ, મનુભાઈ પંચોલી (દર્શક) અને નાનાભાઈ ભટ્ટ જેવા ખ્યાતનામ સાહિત્યકારોના પુસ્તકો પર ચર્ચા કરી.તથા તેમની વાચન યાત્રા ની વિગતે વાતો કરી.
સમગ્ર શિબિરના સંયોજક તરીકે નાથીબેન આહીર અને પાયલબેન દેસાઈની મહત્વપૂર્ણ કામગીરી રહી . સમગ્ર કાર્યક્રમનું સંચાલન પાતુ ભાઈ આહીર અને નિર્મળભાઈ પરમાર દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું.
શિબિર દરમિયાન 18 વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો ખૂબ સુંદર રીતે વ્યક્ત કર્યા અને સાથી કાર્યકરોએ પણ સંતોષ તથા આનંદ વ્યક્ત કર્યો.
અંતે શિબિરનું સમાપન વાંચન પ્રત્યેના સંકલ્પ સાથે થયું.
