Thursday August 07, 2025

યુવા પ્રોફેસર AI નો કર્યો સદ ઉપયોગ,હવે AI ના માધ્યમ થી ખબર પડશે વ્યક્તિ ખુશ છે કે પછી દુખી !

નિમેશ ગોંડલિયા

આજના જમાના માં લોકો પોતાના દુઃખ છુપાવવા ના પ્રયાસ કરતા હોય છે અને નાના બાળકો પણ આજના જમણા માં ટ્રેસ માં રહેતા હોય છે ત્યારે AI ટેકનોલોજી ના માધ્યમ થી એક ડીવાઈસ ની પેટન્ટ ત્યાર કરવામાં આવી જેનાથી બાળકો થી માંડી મોટા તમામ લોકોની સ્થિતિ અંગે જાણી શકાય કોને બનાવી આ પેટન્ટ શું છે તેનો ઉપયોગ.

રાજકોટમાં રહેતા પ્રોફેસર હિરેન મહેતા દ્વારા એવુ ડિવાઈઝની ડીઝાઈન બનાવી કે જેની મદદથી એ જાણી શકાશે કે જે તે વ્યક્તિ ખુશ છે કે દુખી છે.આ ડિવાઈઝ ની પેટન્ટ બનાવવા પાછળનો ઉદેશ્ય એ છે કે આપણે સામેવાળી વ્યક્તિના ઈમોશન્સને જાણી શકી. હાલના સમયમાં આત્મહત્યા અને ડિપ્રેશનના બનાવો વધી રહ્યાં છે અને આ કેસો મોટાભાગે વિદ્યાર્થીઓમાં વધારે જોવા મળી રહ્યાં છે. એવામાં આ ડિવાઈઝ ની મદદ થી આપણે સામેવાળા વ્યક્તિના ઈમોશન્સને જાણી શકીશું.

જોકે હાલ પ્રોફેસર હિરેન મહેતા દ્વારા ત્યાર કરવામાં આવેલ ડિવાઇઝ પેટન્ટ મંજૂરી મળી ગઈ છે.આગામી 7થી 8 મહિનામાં આ ડિવાઇઝ બની જશે.પ્રોફેસર હિરેન મહેતા છેલ્લા 7-8 મહિનાથી આ ડિવાઈઝ પર કામ કરી રહ્યાં હતાં.ત્યારે હવે આગામી થોડા સમયમાં આ ડિવાઈઝ બની જશે.

AI ડિવાઈઝની પેટન્ટ બનાવનાર રાજકોટના હિરેન મહેતાએ કહ્યું કે અમે તાજેતરમાં જ એક પેટર્ન કરાવી જેમાં પેટર્નની અંદર નાનકડું ડિવાઈઝ ત્યાર થશે. આ ડિવાઈઝની મદદથી AI પાવર સપોર્ટર આસિસ્ટન્ટ કરીને પેટર્ન રજિસ્ટર કરાવવામાં આવી. આ પેટર્નની અંદર મુખ્ય વસ્તુઓ એ છે કે વ્યક્તિ ગુસ્સામાં છે કે ખુશ છે તે જાણી શકી.

આપણે સૌ જાણીએ છીએ કે જ્યારથી મોબાલઈનો વપરાશ વધ્યો છે.ત્યારથી દરેક વિદ્યાર્થીમાં ગુસ્સાનો પ્રમાણ વધારે જોવા મળે.ત્યારે કોઈ પણ વ્યક્તિ ખુશ કે ગુસ્સામાં તે જાણવા માટે આ ડિવાઈઝ બનાવવામાં આવી.પ્રોફેસર હિરેન મહેતાના કહેવા પ્રમાણે આ ડિવાઝઈ 3 લોકો માટે ખાસ ઉપયોગી બની રહેશે.

ડિવાઈઝ ગૃહિણીઓ, વિદ્યાર્થીઓ અને જેલમાં રહેતા કેદીઓ માટે ખાસ ઉપયોગી થશે.AI પાવર ડિવાઈઝથી વ્યક્તિના ઈમોશન વિશે જાણી શકાશે. કોઈ પણ વ્યક્તિમાં ગુસ્સો કે ખુશી અંગે માહિતી આ ડિવાઈઝની મદદથી જાણી શકાશે.અત્યારે આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યાં છે.એવામાં આ ડિવાઈઝની મદદથી જે તે વ્યક્તિના અવાજ અને ફેસ રિડિંગ પરથી જાણી વ્યક્તિ દુખમાં છે કે સુખમાં આપણે ખબર પડી જશે.

છેલ્લા થોડા વર્ષથી વિદ્યાર્થીઓમાં અને જોબ કરતા લોકોમાં ડિપ્રેશનનું પ્રમાણ વધ્યું છે. આપણી સાથે ઘણી વખત એવું થાય છે કે જે તે વ્યક્તિ હજુ તો આપણી સાથે વાત કરતો હોય અથવા તો આપણી સાથે હોય અને બીજા દિવસે તેને આત્મહત્યા કરી લીધી હોવાના સમાચાર સાંભળવા મળે.એવામાં આ ડિવાઈઝ ખુબ કામ લાગશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top