
સુમિત ઠક્કર, ભાવનગર
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા દિવાળી ના પર્વ ની સૌ સાથે સામુહિક ઉજવણી કરી હતી.રેડક્રોસ ના તમામ વિભાગો ના મેડિકલ સ્ટાફ અને ડોકટર ના પરિવાર સહિત રેડક્રોસ માં સારવાર મેળવી રહેલા થેલેસેમિયા ના દર્દી બાળકો, પેશન્ટ કેર એટેન્ડન્ટ, સ્વંયસેવકો, હોદ્દેદારો અને શુભેચ્છકો સાથે મળી ને દિવાળી ઉત્સવ ની ઉજવણી કરવા માં આવી હતી.
રેડક્રોસ સોસાયટી સંચાલિત રેડક્રોસ હોસ્પિટલ અલંગ અને તમામ વિભાગો દ્વારા અલંગ ખાતે પણ દિવાળી ઉત્સવ કામદારો અને તેના પરિવાર ના બાળકો સાથે ફટાકડા ફોડી , ભેટ મીઠાઈ આપી ને ઉજવણી કરવા માં આવી હતી.
રેડક્રોસ ભાવનગર ખાતે પણ દિવાળી ઉત્સવ નિમિતે અધિકારીઓ અને પદાધિકારીઓ ને થેલેસેમિયા મેજર બાળકો દ્વારા બનાવેલ કોડિયા ભેટ આપવા માં આવ્યા તેમજ, ભેટ, મીઠાઈઓ, ફટાકડા ફોડી તથા ભોજન સમારોહ સહિત ઉજવણી કરવા માં આવી હતી નાના નાના દર્દી બાળકો અને રેડક્રોસ પરિવાર ના બાળકોએ સાથે મળી દિવાળી ના ફટાકડા ફોડી ને ઉજવણી કરી હતી.સૌએ પરસ્પર દિવાળી ની શુભેચ્છાઓ ની આપ લે કરી હતી.
ખાસ ઉજાશ ના પર્વ નિમિત્તે દરેક વિભાગો માં રંગોળી અને તોરણ પણ લગાવવા માં આવ્યા હતા. સૌએ સાથે મળી ને ઉજાશ નો પર્વ યાદગાર બનાવ્યો હતો દર્દીઓ અને મેડિકલ ટિમ એકબીજા સાથે મળી ને ઉત્સવ નિમિતે પરસ્પર પ્રેમ નો ભાવ દર્શાવ્યો હતો.
