ફિલ્મોરિયમ- નારન બારૈયા
“ધુરંધર”નો દબદબો હજી પણ યથાવત છે અને 23 જાન્યુઆરીથી “બોર્ડર ટુ”નું વાવાઝોડું છે ત્યારે છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવામાં આવી રહી હતી તે વિશાલ ભારદ્વાજની ફિલ્મ “ઓ રોમિયો”નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. ફિલ્મના ટ્રેલરે ભારદ્વાજની અગાઉની અનેક ક્લાસિક ફિલ્મો જેવી જ ઈમેજ ઊભી કરી છે અને ભારદ્વાજના ચાહકો આ ફિલ્મનો હવે વધુ બે સમૃદ્ધિથી ઇન્તજાર કરી રહ્યા હશે તે વાતમાં કોઈ જ બેમત નથી.

ફિલ્મમાં આપણી સામે આઝાદી પછીનો મુંબઈ પ્રગટ થાય છે. આ એવા સમયની વાત છે કે જ્યારે અન્ડરવર્લ્ડ ધીમે ધીમે ઊભી રહ્યું હતું. જાતજાતના ડોન અને ભાત ભાતના ભાઈ લોગ પોતપોતાના ખતરનાક ધંધાઓ ડેવલપ કરી રહ્યા હતા અને પ્રસ્થાપિત કરી રહ્યા હતા. ફિલ્મમાં શહીદ કપુર અને તૃપ્તિ ડીમરી ખતરનાક પ્રેમીઓના રોલમાં છે. ફિલ્મમાં સાજન આશિકી સાવરીયા કે સૈયારા જેવો લાગણીવેડા વાળો પ્રેમ નથી. હીરો હિરોઈનને સીધેસીધું કહે છે- “કપડે ઉતાર…” અને હિરોઈન પણ હીરોને જડબાતોડ અને ખતરનાક જવાબ આપે છે.
સેક્સ પીરીયન રોમાન્સ માટે જાણીતા વિશાલ ભારદ્વાજ અહીં સીધી સાદી અને સરળ ભાષાનો પણ ઉપયોગ કરે છે એટલે ફિલ્મ લ ભ અને ચ જેવા શબ્દોના ઉપયોગ વડે ખુલ્લા દિલની કહેવાથી ગાળોથી ભરપૂર છે. પ્રેમ વિશેની ફિલોસોફી પણ કોઈ દંભ વગરની છે. ફિલ્મનો એક ડાયલોગ છે: ” ઇશ્ક મેં આશિક અગર તર ગયા તો રોમિયો, મર ગયા તો ચૂતિયા…”
ફિલ્મમાં નાના પાટેકરનો પણ એક મારફાડ રોલ છે.
“ઓ રોમિયો” – “ધુરંધર” અને “બોર્ડર 2” પછી નવા સીમાચિહ્ન અંકિત કરે તો નવાઈ પામવા જેવું નથી.
