
ઘ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદરના લાલાભાઇ કારીયા એટલે સેવા ક્ષેત્રે ગરમાગરમ નામ. તેમની સંસ્થા દ્વારા દર્દીઓને ગરમાગરમ મગનું પાણી પીવડાવવામાં આવ્યું હતું. પોરબંદર શહેરમાં સમય ગ્રુપ દ્વારા માનવ સેવા એજ પ્રભુ સેવા મંત્રને ખરા અર્થમાં સાર્થક કરવા અનેકવિધ સેવાયજ્ઞો ચલાવી રહ્યાં છે. આ સેવા યજ્ઞ પ્રવૃત્તિ દરમ્યાન પોરબંદર સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને દર્દીઓ જલ્દી સ્વસ્થ બની ઘરે જઈ શકે એવા ઉમદા હેતુથી તમામ દર્દીઓને મગનું પાણી આપવામાં આવ્યું હતું. આ મગના પાણીની અંદર હળદર, મીઠું, ધાણાભાજી, આદુ, લીંબુ, ટમેટાથી ભરપૂર સ્વાદિષ્ટ મગનુ પાણી આપવામાં આવ્યું હતું. મગનુ પાણી બિમાર દદીઓ માટે શ્રેષ્ઠ માનવામા આવે છે.
