ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર
સરકારે અગાઉ જાહેરાત કરી હતી કે તેઓ 1 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદશે પરંતુ આ જાહેરાતનું અમલીકરણ કોઈ કારણસર મોકૂફ રહ્યું છે અથવા તો બંધ રહ્યું છે. તેના કારણે ખેડૂત કલ્યાણ સમિતિના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ પોપટભાવ વાળા ખેડૂતો વતી તરેડી ભારે ગુસ્સામાં આવી ગયા છે. તેમણે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે એકાદ બે દિવસમાં સરકાર યોગ્ય જાહેરાત નહીં કરે તો પછી જોયા જેવી થશે. મતલબ કે તેમની સિસ્ટમ પ્રમાણે ભરતસિંહે આંદોલનની ચીમકી આપી છે. ભરતસિંહે એવો વિકલ્પ પણ આપ્યો છે કે સરકારે જો ટેકાના ભાવે મગફળી ખરીદી ના હોય તો ખેડૂતોને ભાવ ફેર ના પૈસા આપી દો.
સરકાર વચન પ્રમાણે મગફળીના ટેકાના ભાવ ન આપે તો ગુજરાત વ્યાપી આંદોલન કરવાની ચીમકી આપતા ખેડૂત નેતા ભરતસિંહ
