સર્વોત્તમ ડેરીમાં સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોત અને મેનેજિંગ ડીરેક્ટર એચ.આર.જોષીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રગીત “વંદે માતરમ” @ ૧૫૦ કાર્યક્રમ યોજાયો

મૂકેશ પંડિત, ભાવનગર

સને. ૧૮૭૫માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ તેમજ ભારત દેશની આઝાદી ચળવળ દરમિયાન રાષ્ટ્રગીત “વંદે માતરમ”ના માધ્યમ દ્વારા રાષ્ટ્ર ચેતના અને માતૃભુમી માટેના ગર્વની એકસુત્રતાના સંદેશ થકી સમગ્ર ચળવળ કાર્યક્રમની ઉજવણી એકતાંતણે બંધાઈ હતી. જેને તા. ૦૭મી નવેમ્બર, ૨૦૨૫ ના રોજ ૧૫૦ વર્ષ પૂર્ણ થયેથી આ “વંદે માતરમ” રાષ્ટ્રગીતના સન્માનમાં તેની ઉજવણી કાર્યક્રમ “સર્વોત્તમ ડેરી” દ્વારા આજરોજ તા. ૦૭/૧૧/૨૦૨૫ના રોજ સવારના ૧૦:૩૦ કલાકે સર્વોત્તમ ડેરી ખાતે મુ. તા. સિહોર, જિ. ભાવનગર ખાતે યોજવામાં આવેલ જેમાં સર્વોત્તમ ડેરીના સ્થાપક ચેરમેનશ્રી મહેન્દ્રભાઈ પનોત અને સ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટરશ્રી એચ.આર.જોષીની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો. જેમાં સર્વોત્તમ ડેરીનો તમામ સ્ટાફગણ તથા કામ કરતા માણસો વિશાળ સંખ્યામાં હાજર રહેલ.
આ કાર્યક્રમમાં સૌ પ્રથમ “વંદે માતરમ” રાષ્ટ્રગીતનું સ્થાપક ચેરમેનશ્રી મહેન્દ્રભાઈ પનોત, સ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટર એચ.આર.જોષી અને તમામ સ્ટાફગણ દ્વારા સમૂહમાં ગાન કરવામાં આવ્યું. ત્યારબાદ સંઘના ચીફ જનરલ મેનેજરશ્રી યોગેશકુમાર જોષી દ્વારા હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી તેમજ રોજીંદા જીવનમાં સ્વદેશી વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરવા બાબતની ની શપથ લેવડાવવામાં આવી.
કાર્યક્રમના અંતે સર્વોત્તમ ડેરીના સ્થાપક ચેરમેનશ્રી મહેન્દ્રભાઈ પનોતે તમામ સ્ટાફગણને “વંદે માતરમ” રાષ્ટ્રગીતના માધ્યમથી આઝાદીની ચળવળમાં જે જોશ અને જુસ્સો આવ્યો તેની સંપૂર્ણ માહિતી અને ઈતિહાસ વર્ણવ્યો હતો. આ ગીત ભારત માતા પ્રત્યે આપણને આદરભાવ, માતૃપ્રેમ અને માતૃભુમી તરફની આપની ભાવનાને જાગૃત કરે છે. વંદે માતરમએ ભારતમાતાની ખરેખર આરાધના છે. આનાથી ઉપસ્થિત તમામ કર્મચારીઓને “વંદે માતરમ” રાષ્ટ્રગીતનું મહત્વ અને તેના યોગદાન વિષે જાણવા મળ્યું હતું.
આમ સર્વોત્તમ ડેરી હંમેશા રાષ્ટ્રભક્તિના અવારનવાર કાર્યક્રમો દ્વારા તેમના કર્મચારીને પોતાના કાર્યની સાથે રાષ્ટ્ર પ્રત્યે વફાદાર રહેવાનું અને રાષ્ટ્રપ્રેમ શીખવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *