જામ ખંભાળિયા, તા. ૦૧-૦૧-૨૦૨૬
અનેકવિધ આપદાઓ તેમજ વિટંબણાઓ સાથેનું વર્ષ 2025 ગઈકાલે બુધવારે પૂર્ણ થયું છે. ત્યારે ગઈકાલે વર્ષ 2025 ની વિદાય તથા આગામી વર્ષ 2026 ને લોકોએ ભાવભરી રીતે આવકાર્યું છે.
આ વચ્ચે આજે ગુરુવારે સવારે વર્ષ 2026 ના પ્રથમ સૂર્યોદયનો નજારો આહલાદક બની રહ્યો હતો. આગામી વર્ષ લોકોની સુખ-સુવિધામાં વધારો કરીને શાંતિપૂર્ણ બની રહે અને ગત વર્ષની હાલાકીભરી યાદોથી મુક્તિ બની રહે તેવી પ્રાર્થના લોકોએ કરી હતી.

(ફોટો:- મિલન કોટેચા)
