બેટ દ્વારકામાં દેવસ્થાન સમિતિ – તીર્થ પુરોહિતો વચ્ચેની મડાગાંઠનો ઉકેલ લાવવા બ્રહ્મસમાજના અગ્રણીની માંગ : ત્રણ માસથી યજમાનવૃત્તિ કરતા બ્રાહ્મણો આવક વિહોણા
જામ ખંભાળિયા, તા. ૧૦-૦૩-૨૦૨૬ બેટના દ્વારકાધીશ મંદિરમાં દેવસ્થાન સમિતિ દ્વારા યજમાનવૃત્તિ કરનારા બ્રાહ્મણોને પ્રવેશ નિષેધના નિર્ણયને ત્રણ માસ જેટલો સમય થવા છતાં ઉકેલ ન આવતા બ્રાહ્મણો દ્વારા અવાર નવાર વિરોધ બાદ સ્થિતિ યથાવત રહેતા યજમાનવૃત્તિ સાથે જોડાયેલા બ્રાહ્મણોનો મંદિરમાં યજમાનવૃત્તિ સાથે જોડાયેલ અહીંના બ્રાહ્મણોની હાલત કફોડી બની છે. બેટ દ્વારકાધીશ મંદિરમાં યજમાનવૃત્તિ…
