નર્મદાના આદિજાતિ વિસ્તારો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ: રૂ. ૩૦૨ કરોડના ખર્ચે બે નવા બ્રિજને મંજૂરી
રેંગણ અને શહેરાવ ઘાટ પર નિર્માણ પામનાર આ પૂલોથી ૧૧ ગામોની ૧૮ હજારથી વધુ વસ્તીને મળશે સીધી કનેક્ટિવિટી; નર્મદા પરિક્રમાવાસીઓને પણ ૧૭ કિમીનો ફેરાવો ઘટશે ધ ગ્રેટ વર્લ્ડ, ગાંધીનગર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસની કટિબદ્ધતાને દોહરાવતા નર્મદા જિલ્લા માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જિલ્લાના અંતરિયાળ અને આદિજાતિ પ્રભુત્વ ધરાવતા…
