ધોળાને મળી અત્યાધુનિક ‘મોક્ષરથ’ની ભેટ: સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલાના અનુદાનથી સુવિધા ઉપલબ્ધ
મૂકેશ પંડિત, ઈશ્વરિયા ભાવનગર જિલ્લાના ધોળા ખાતે અંતિમયાત્રાના હેતુ માટે સાંસદ અનુદાન અંતર્ગત નવીન ‘મોક્ષરથ’ની સુવિધા પ્રાપ્ત થઈ છે. તત્કાલીન રાજ્યસભા સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા ફાળવવામાં આવેલા ₹14 લાખના અનુદાનમાંથી આ રથ તૈયાર કરવામાં આવ્યો છે. ધોળા વીશી ગામના ભવેશ્વર મહાદેવના સાનિધ્યમાં અગ્રણી પેથાભાઈ આહિર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ રથનું વિધિવત પૂજન કરવામાં આવ્યું…
