સાચું શિક્ષણ માહિતી જ નહિ આચરણ, જે નઈ તાલીમમાં છે: અરુણભાઈ દવે
આંબલામાં ‘માતૃભાષા ગુજરાતી’ સંગોષ્ઠિ પ્રારંભ સાથે ‘ભગવદ્ગોમંડલ’ ગ્રંથ વંદનાયાત્રા મૂકેશ પંડિત, ઈશ્વરિયા, સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં શ્રી મહેન્દ્રસિંહ પરમારનાં અધ્યક્ષસ્થાને ‘માતૃભાષા ગુજરાતી’ વિષય ઉપર શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ પ્રારંભ થયો. આ પ્રસંગે અરુણભાઈ દવેએ કહ્યું કે, સાચું શિક્ષણ માહિતી જ નહિ આચરણ, જે નઈ તાલીમમાં છે. સંગોષ્ઠિ પ્રારંભ સાથે ‘ભગવદ્ગોમંડલ’ ગ્રંથ વંદનાયાત્રા યોજાઈ….
