જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૬
આંતરાષ્ટ્રિય માનવાધિકાર આયોગ વૈશ્વિક સ્તરે માનવાધિકાર ને લગતી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. રંગભેદ, લિંગભેદ, જાતિવાદ જેવા વૈશ્વિક દૂષણો સામે નીડરતાથી અવાજ ઉઠાવી ન્યાય અપાવી સામાજિક સમરસતામાં મોટું યોગદાન આપ્યું છે. આ ક્ષેત્રમાં વર્ષોથી કાર્યરત ખંભાળિયા તાલુકાના ડો. કે.જે. ગઢવીને ગુજરાત અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. માનવાધિકારને લગતી કોઈ પણ સમસ્યા માટે તેમનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવ્યું છે
