Headlines

આરંભડા વિસ્તારમાંથી જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬

       ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં રવિવારે સ્થાનિક પી.આઈ. ડી.એન. વાંઝા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ નરેન્દ્રસિંહ જાડેજા, મહીરાજદાન ગઢવી, જયપાલસિંહ જાડેજા અને ધર્મદિપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરંભડા ગામમાં ટાટા કંપનીના મીઠાના કયારાની આગળ બાવળની ઝાડીમાં બેસીને ગંજીપાના વડે જુગાર રમી રહેલા મુકેશ દલસુખ સોલંકી, રમેશ દલસુખ સોલંકી, શ્યામ રામુ સોલંકી, અશોક ગોવિંદ ચારોડીયા અને કિશોર મનજી સોલંકી નામના પાંચ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.

       પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 52,520 ની રોકડ રકમ તથા રૂપિયા 8,000 ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 60,520 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.

_____________________________________________________________________________

(ફોટો: કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *