

મૂકેશ પંડિત, ઇશ્વરીયા
વલ્લભીપુર તાલુકા કક્ષાના કલા મહાકુંભ માં શાળાના વિધાર્થીઓ પરમાર રાજવીર -ભજન સ્પર્ધામાં પ્રથમ,આલગોતર તુલસી -લગ્નગીત સ્પર્ધામાં પ્રથમ,.મકવાણા અંકિત- વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ, મેર જયદીપ- તબલા વાદનમાં પ્રથમ, ચૌહાણ તન્વી- નિબંધ લેખનમાં પ્રથમ,ગઢાદરા દિવ્યા- એકપાત્રિય અભિનય માં પ્રથમ, પરમાર તુષાર-હાર્મોનિયમ વાદન માં પ્રથમ તથા ગોહિલ યશરાજ- તબલા વાદન માં દ્વિતીય આવતા શાળા પરિવાર,તમામ વિધાર્થીઓ તથા આચાર્ય શ્રી અગરશંગભાઈ સોલંકીએ અભિનંદન પાઠવેલ અને જિલ્લા કક્ષામાં પણ ઉજ્જવળ સિદ્ધિ પ્રાપ્ત કરે એવી શુભેચ્છાઓ પાઠવેલ.
