Friday June 20, 2025

ઓખા મંડળના નિર્જન ટાપુઓમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ: ફિશીંગ બોટ સંદર્ભે પણ તપાસ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા

       પશ્ચિમના છેવાડાના એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંવેદનશીલ વિસ્તાર દરિયાઈ વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી સધન તપાસ, ચેકિંગ તેમજ ડિમોલિશન અંગેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તાજેતરમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ઓખા મરીન પોલીસ મથકના સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને દેવભૂમિ દ્વારકાના પ્રતિબંધિત ટાપુઓમાં પેટ્રોલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી.

      આ ઉપરાંત અહીંના વિશાળ દરિયા કિનારા વિસ્તારમાં માછીમારી કરતી તમામ ફિશિંગ બોટનું ચેકિંગ પણ કરવામાં આવ્યું છે. આ સાથે જિલ્લાના પ્રતિબંધિત ટાપુઓ પર અવર-જવર કરતા લોકોની તપાસ સંદર્ભે કરવામાં આવેલી કામગીરીમાં અહીં ઝડપાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

      છેલ્લા કેટલાક સમયથી જિલ્લા પોલીસની આ કાર્યવાહીથી ટાપુ વિસ્તારમાં મંજૂરી વગર ફરતા લોકો તેમજ કથિત રીતે દેશદ્રોહી પ્રવૃત્તિ કરવાની મનોવૃત્તિ ધરાવતા લોકોમાં ફફડાટની લાગણી ફેલાય છે. 

(ફોટો: કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top