Headlines

કરુણા અભિયાન અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 60 અબોલ પશુ પક્ષીઓની કરાઈ સારવાર

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૧-૨૦૨૫

 ગુજરાત રાજ્યમાં દર વર્ષે તારીખ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 10 થી 14 જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાનમાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા કુલ 60 અબોલ પશુઓની સારવાર કરવામાં આવી હતી. જેમાં 5 પક્ષીઓ, 33 કુતરા, 18 ગાય અને 4 બિલાડીની સારવાર કરવામાં આવી હતી.
   કરુણા અભિયાન દરમ્યાન અલગ અલગ જગ્યાએ પશુ પક્ષીઓ જે પતંગના દોરાવાથી ઘાયલ હોય અને અન્ય કોઈ રીતે વધારે ગંભીર ઈજા કે બીમારીથી પીડાતા હોય, તેની ખાસ સારવાર કરવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત કરુણા એનિમલ એમ્બ્યુલન્સની સંખ્યા એક રાખવામા આવી હતી. તેમ પોરબંદર ઝોન પ્રોગ્રામ મેનેજર ડો. સાયેબ ખાન દ્વારા જણાવ્યું હતું.
    20 જાન્યુઆરી સુધી ચાલનારા આ કરુણા અભિયાનમાં જો કોઈ પણ નાગરિકને ક્યાંય પણ પક્ષીઓ ઘવાયેલ જોવા મળે તો નિશુલ્ક સેવા 1962 માં કોલ કરી જીવ બચાવવા અપીલ કરવામાં આવી છે.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *