કલ્યાણપુરમાં અસ્થિર મગજના પરપ્રાંતિય યુવાનનો આપઘાત

જામ ખંભાંળિયા
કલ્યાણપુર તાલુકાના માંગરીયા ગામે રહેતા અને મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર તાલુકાના વતની હિરલાભાઈ જીનીયાભાઈ ચંગળ નામનો 19 વર્ષનો આદિવાસી યુવાન થોડો અસ્થિર મગજનો હોય, આ પરિસ્થિતિમાં તેણે ગઈકાલે રવિવારે એક આસામીની વાડીએ ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ રામસિંગભાઈ આદિવાસીએ કલ્યાણપુર પોલીસને કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *