જામ ખંભાળિયા, તા. ૨૧-૦૧-૨૦૨૫
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આ.સી.ડી.એસ. વિભાગ દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત મીલેટ્સ અને ટી.એચ.આર. (THR) માંથી વિવિધ પોષ્ટિક વાનગીઓની સ્પર્ધા યોજવામાં આવી હતી. કલ્યાણપુર તાલુકા પંચાયત ખાતે ઘટક કક્ષાના આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ, તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારી, આઈ.સી.ડી.એસ. વિભાગમાંથી સી.ડી.પી.ઓ., મુખ્ય સેવિકા, પાપા પગલી, જિલ્લા એન.એન.એમ. કો-ઓર્ડિનેટર સાથે અન્ય કર્મચારીઓ, ફિલ્ડ ઓફિસર, આંગણવાડી વર્કરો તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહયા હતા.
આ કાર્યક્રમમાં આંગણવાડી વર્કર બહેનો દ્વારા ટી.એચ.આર. તથા મિલેટસમાંથી વિવિધ પ્રકારની પોષ્ટિક વાનગી સ્પર્ધા તથા બાળકો દ્વારા પોષણ લગત નૃત્ય કરવામાં આવ્યું હતું. જેમાં સેજા કક્ષામાં વિજેતા થનાર તમામે ઘટક કક્ષામાં 100 થી પણ વધારે લાભાર્થીઓએ ભાગ લીધેલો હતો. જેમાંથી કલ્યાણપુર ઘટક 1 અને ઘટક 2 માંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આવેલ લાભાર્થીઓને આઈ.સી.ડી.એસ. વિભાગ તરફથી પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
અહીં ઉપસ્થિત અઘિકારીઓ દ્વારા આઈ.સી.ડી.એસ. અને આરોગ્યની સેવાઓ તથા પોષણ સંદર્ભેની જરૂરી માહિતી આપવામાં આવી હતી.
(ફોટો:- કુંજન રાડિયા)



