કલ્યાણપુરમાં સાસુ-સસરાને માર મારતા જમાઈ સહિત ચાર સામે ફરિયાદ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા

     કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે રહેતા સાજણભાઈ મણીલાલ રાઠોડ નામના 45 વર્ષના દેવીપુજક યુવાને કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામે રહેતા ભાવેશ નાથાભાઈ પરમાર, ભીખુભાઈ નાથાભાઈ, દુદાભાઈ પરસોતમભાઈ અને પરસોતમભાઈ સાજણભાઈ પરમાર સામે પાઈપ અને લાકડી વડે હુમલો કરી, ઇજાઓ કર્યાની તેમજ ફરિયાદી સાજણભાઈ અને તેમના પત્ની શાંતુબેનને પણ માર મારી, મૂઢ ઈજાઓ કર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. 

        આરોપી ભાવેશ ફરિયાદી સાજણભાઈ અને કાંતુબેનના જમાઈ થતા હોય, આ શખ્સ પોતાના પત્નીને તેણીના પિતા સાજણભાઈના ઘરે (માવતરે) આવવા દેતા ન હોવાથી આ બાબતે ફરિયાદી સાજણભાઈ અને કાંતુબેન તેમને સમજાવવા જતા ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે પોલીસે તમામ ચાર આરોપીઓ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.

     

     

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *