
હરેશ જોષી, કુંઢેલી
તળાજા તાલુકાના કુંઢેલી ગામની પ્રાથમિક શાળામાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો.આ 76 માં પ્રજાસત્તાક દિને કુંઢેલી ગામના માજી સૈનિક ધર્મેન્દ્રસિંહ રાણાના હસ્તે ધ્વજ વંદન થયું હતું.

સુરત સ્થિત શિક્ષણ પ્રેમી દાતા પટેલ છગનભાઈ ઓધાભાઈ ગોટી તરફથી બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું.
સ્વ.વૈભવગીરી ગોસ્વામી ની યાદમાં મહેશગીરી દયાળગીરી ગોસ્વામી પરિવાર દ્વારા તમામ 211 બાળકોને શૈક્ષણિક કીટ ભેટ આપવામાં આવી હતી. આ રાષ્ટ્રીયપર્વમાં અગ્રણીઓ, ગામજનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.