
પ્રિ વોકેશનલ અને બેગલેસ ડે કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકોએ પ્રવાસ માણ્યો
Haresh Joshi, Kundheli
તળાજા તાલુકાના કુંઢેલી ગામની પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. ધો 6 થી 8 ના બહેનો અને ભાઈઓએ બેગલેસ ડે તેમજ પ્રિ વોકેશનલ કાર્યક્રમ હેઠળ એક્સપ્લોજર મુલાકાત લઇ માહિતી મેળવી હતી.
તળાજા શહેરના આ પ્રવાસમાં ન્યાય મંદિર, મામલતદાર કચેરી, pgvcl કચેરી, પોલીસ સ્ટેશન, જૂનું રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, માર્કેટિંગ યાર્ડ, પોસ્ટ ઓફિસ, સરકારી હોસ્પિટલ, બેંક, તાલુકા પંચાયત, તાલધ્વજ ટેકરી, બગીચો, શાક માર્કેટ સહિતની મુલાકાત લઈને રૂબરૂ માહિતી અને માર્ગદર્શન મેળવ્યું હતું.
આ મુલાકાતમાં જતીનભાઈ વ્યાસ,નરેશભાઈ બારૈયા, સંગીતાબેન કાપડિયા, અલ્પાબેન સોલંકી, અરવિંદભાઈ પંડ્યા, ઉત્તમ જોશી સહિતના જોડાયા હતા.